As I am "પાક્કો ગુજરાતી અને અંગ્રેજી બહુ આવડે નહિ ;) " એટલે વારંવાર અંગ્રેજી શબ્દનો અર્થ શોધવો પડે, જેથી ગુજરાતી - અંગ્રેજી શબ્દકોશ ધરાવતી વેબસાઈટો શોધવાની જરૂર પડી.
સાથે સાથે, ગુજરાતી સાહિત્યમાં કાઇ ટપ્પો તો પડે નહિ તોય કઈ સારું વાંચવા મળી જાય તો વાંચી નાખું,
એટલે કઈ ને કઈ શોધતો ફરતો રહું ઈંટરનેટ પર જો ગુજરાતી માં કઈ મળી જાય તો !
નીચે થોડી ઘણી વેબસાઈટોની યાદી - માહિતીસહ આપેલ છે :)
ઉપયોગી વેબસાઈટની યાદી
[1] Readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.
[2] Tahuko.com ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય.
મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ,
75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.
[3] Layastaro.com રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાનકરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.
[4] Aksharnaad.com ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી
તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.
કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો.
ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં
ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.
[7] Vmtailor.com ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ.
સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.
[8] Vicharo.com વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા,
ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.
[9] Mitixa.com કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો,ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો,
ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
[11] Rankaar.com પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય,ભજન, બાળગીતો, લગ્નગીત,
સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.
કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.
જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.
ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.
કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.
જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.
કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.
કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.
કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.
સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.
સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.
જાણીતા સામાયિક ‘વિચારવલોણું’ન વેબસાઈટ. એકાંતરે સામાયિક અને
પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી
પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.
[26] Uddesh.org સાહિત્ય અને જીવન વિચારના
સામાયિક‘ઉદ્દેશ’ની વેબસાઈટ. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા.
નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની
સુવિધા.
ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિત થતી કૃતિઓ એક જ સ્થાનેથી માણી શકાય
તેવી સુવિધા.
ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.
ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.
તદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિત
કરવાની તમામ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના
અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.
Swamiji's Lectures on Hinduism & Blind Faith
Comments
Post a Comment